| H i l h i l a r i o u s |.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.:.| નર્મમર્મ |

આ મોબાઇલ મને નડે છે.

Posted in હાસ્ય કવીતા by biren on August 18th, 2008
ઇન્ટરનેટ ઉપર શોધ-ખોળ કરતા કરતા મળી આવેલી એક કવીતા……આ મોબાઇલ મને નડે છે.
આ મોબાઇલ મને નડે છે.
પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે,
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે……………………………..આ મોબાઇલ મને નડે છે.

હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે……………………………….આ મોબાઇલ મને નડે છે.

રજા માં પણ girlfriend ના ફોન આવ્યા કરે છે,
અને ન્ ઉપાડો તો બીજે દિવસે હાલત્ ખરાબ થાય છે……………….આ મોબાઇલ મને નડે છે.

રાત્રે પણ સુવા ન દે,
અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે………………………આ મોબાઇલ મને નડે છે.

ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
અને એ બેટો બેઠો બેઠો હસે છે………………………………………….આ મોબાઇલ મને નડે છે.

girlfriend ને ફોન્ કરતા મને પકડાવી દે છે,
પોલીસ ન ડંડા પણ્ એના બાપ્ ની જેમ્ પુછે છે………………………આ મોબાઇલ મને નડે છે.

વાપરતા તો આનંદ આનંદ થાય છે,
બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે…………………………………….આ મોબાઇલ મને નડે છે.

ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
પત્રો ને બદલે મીસ્ કોલ્ અને મેસેજ જ થાય છે……………………..આ મોબાઇલ મને નડે છે.

ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
તો કહે છે,”તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે………………..આ મોબાઇલ મને નડે છે.

શું તમને પણ્ આ મોબાઇલ આમજ નડે છે

ચાર સો રૂપિયા પગાર

Posted in | રમૂજ | by biren on August 15th, 2008

એક મોટી ફેકટરીના મૅનેજરે એક યુવકને સિગરેટ પીતાં પીતાં ફરતો જોયો. એણે તુરત એ યુવકને પોતાની કેબિનમાં બોલાવ્યો અને પૂછ્યું : ‘તને કેટલો પગાર મળે છે ?’
‘ચાર સો રૂપિયા.’
‘આ રહ્યો તારો એક માસનો પગાર. તને છૂટો કરવામાં આવે છે.’
યુવક જેવો કૅબિનમાંથી બહાર ગયો કે તુરત તેમણે ત્યાં બેઠેલા એકાઉન્ટન્ટને પૂછ્યું : ‘આ યુવાન આપણે ત્યાં કેટલા વખતથી કામ કરી રહ્યો છે ?’
‘એ આપણે ત્યાં કામ કરતો નથી. એ તો પાર્સલ આપવા આવ્યો હતો !’

સંગીત

Posted in | રમૂજ | by biren on August 15th, 2008

સંગીત શિક્ષકઃ બાળકો મને સંગીતમાં ખુબ જ રસ છે અને મારી નસનસમાં સંગીત ભરેલું છે.
મનુઃ હા સર, તમે રાત્રે સુઇ જાઓ છો ત્યારે બધુ સંગીત નસકોરા દ્વારા પ્રગટ થાય છે.

વેપારી

Posted in | રમૂજ | by biren on August 13th, 2008

મગન (છગનને) : ‘તમારા છોકરાનો વ્યવસાય શું છે ?’
છગન : ‘ટીમ્બર મર્ચન્ટ છે.’
મગન : ‘તો તો જંગલોના જંગલો ખરીદતો હશે.’
છગન : ‘ના…ના…’
મગન : ‘તો તો જથ્થાબંધ વેપારી હશે.
છગન : ‘ના… ના… એ તો ગામમાં દાતણ વેચે છે !’

સમતોલ આહાર

Posted in | રમૂજ | by biren on August 13th, 2008

શિક્ષકઃ બોલ મનુ, દુધને સમતોલ આહાર શા માટે કહેવાય છે?
મનુઃ સર, અડધું પાણી ને અડધું દુધ હોય છે માટે!!!!!!

ગપ્પીદાસ

Posted in | રમૂજ | by biren on August 12th, 2008

બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.
એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’
આ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’

તમારી દીકરી

Posted in | રમૂજ | by biren on August 11th, 2008

શેઠ : તને એક અઠવાડિયાની રજા શા માટે જોઈએ છે ?
નોકર : મારાં લગ્ન છે.
શેઠ : ક્યા મૂરખની છોકરી તારી સાથે લગ્ન કરે છે ?
નોકર : તમારી દીકરી.

ગુડનાઈટ

Posted in | કીડી અને હાથી | by biren on August 10th, 2008

કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો.
કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : ‘અરે બેન, એને નખમાંય રોગ નો’તો.
એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….’

સફળતાનો મંત્ર

Posted in | રમૂજ | by biren on August 9th, 2008

પુત્ર : ‘પપ્પા, હું આજથી મારું પોતાનું દવાખાનું શરૂ કરું છું. મને તમારી સફળતાનો મંત્ર આપો.’
ડોક્ટર પિતા : ‘બેટા, દવા ન ઊકલે એ રીતે લખવી અને બિલ ઉકલે એ રીતે લખવાં.’